Tuesday, May 8, 2012

Ipl 5


1. ગેલ  નો ઝંઝાવાત ,  ફટકારી એક ઓવર માં પાંચ  સિક્સર:-





ipl4 માં જે પ્રમાણે ગેલે બેટિંગ  કરી હતી એ  જ   પ્રમાણે   ipl5 માં  બેટિંગ ચાલુ રાખી છે  ગેલે આ  ipl5  પુને વોરીયર્સ  વિરુદ્ધ ની મેચ  માં  રાહુલ  શર્મા  ની એક ઓવર માં સળંગ  પાંચ  સિક્સર  ફટકારી હતી .  ગેલે    ipl5     ઉજવણી   પાંચ   સિક્સર    ફટકારી ને  કરી  હોય   એમ   લાગે છે .
ગેલ  ipl5  માં ૫૦૦ રન બનાવનારો પ્રથમ બેટ્સમેન છે અને  સૌથી વધારે રન બનાવવાની રેસ માં  બીજાઓને  જોરદાર ટક્કર આપી રહ્યો છે . ipl તેના ફોર્મ ને જોતા વિન્ડીઝ  બોર્ડે  હવે તેની સાથે સમાધાન  કરી લીધું છે . ટૂંક સમય માં તે   વિન્ડીઝ  ટીમ  તરફ થી  રમતો દેખાશે .



2. સેહવાગ  આવી ગયો છે  ફોર્મ માં :-



આ  ipl5 પેહલા સેહવાગ  નું પ્રદર્શન  કંગાળ  હતું અને વળી ધોની સાથે  સેનીયરો  ને  આરામ આપવાની રણનીતિ ને લઈને  ઘણા સમય  સુધી વિવાદ માં હતો .  ipl5  માં સેહવાગ  પેહલી  બે મેચ માં સંઘર્ષ  કરતો દેખાયો હતો . એ  પછી  સેહવાગે  એક પછી એક  સળંગ  5 અર્ધસદી ઓ  ફટકારી તેના  ફોર્મ માં આવી ગયાના સંકેત  સૌને આપી દીધા છે અને  ધોની ને પણ  બતાવી દીધું કે સીનીયર ને  આરામ ની હમણાં જરૂર નથી .   દિલ્હી ની ટીમ આ વખતે સૌથી મજબૂત  જણાય  છે . આ   ipl5  સેહવાગ  સૌથી વધારે રન  ફટકારવાની  રેસ માં   છે 



3.  રહાણે  ખડકી રહ્યો છે રનોના  ઢગલા :-



ipl5 ની શરૂઆત  થી  જ રાજસ્થાન રોયલ તરફ થી સૌથી વધારે સારો દેખાવ કરવામાં અજીન્ક્યા રહાણે નું નામ પ્રથમ આવે છે . અજીન્ક્યા રહાણે આમ તો ભારતીય ટીમ માં પણ સ્થાન મેળવી ચુક્યો છે .પરંતુ , એ  પણ ભારતીય ઓપનર ની અછત  હતી ત્યારે  એ પછી એને પડતો મૂકી દેવાયો હતો.  હવે આ   ipl5  માં સારા દેખાવ ના કારણે તેને ફરી ભારતીય ટીમ માં લેવાય એવું એ  ઈચ્છશે . ipl5 માં  બેંગ્લોર સામે તેણે એક ઓવર દરેક છ બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા . જે એક રેકોર્ડ છે .રહાણે  આ વખતે ઓરેન્જ  કેપ ની રેસ માં પણ સતત રહ્યો છે .  રાજસ્થાન ની ટીમ ની જીત માં રહાણે નું યોગદાન સૌથી વધુ છે .


4.નિવૃત્તિ પછી પણ મજબૂત  છે " ધ વોલ " :-




ભારતીય ટીમ માં થી નિવૃત્તિ લેનાર રાહુલ દ્રવિડ એ "ધ વોલ " ના નામે  ઓળખાય  છે. રાજસ્થાન ટીમ ની કપ્તાની કરી રહેલ દ્રવિડ નિવૃત્તિ  પછી પણ   ipl5   માં પોતાનું  ધમાકેદાર  ફોર્મ જાળવી રાખ્યું છે .   ipl માં દ્રવિડ એ  એકલો એવો કપ્તાન છે જેણે  સળંગ  ૮ મેચ સુધી  ૨૫ થી વધારે રન  કર્યો હોઈ . વોર્ન ની ગેરહાજરી માં ટીમ ને સફળતા અપાવવા માં દ્રવિડ એ ઘણી સારી રીતે  પોતાની  કપ્તાની ની ભૂમિકા ભજવી છે . રાહુલ દ્રવિડ પણ હવે ipl5 સૌથી વધુ રન બનાવનારાઓની યાદી માં  આવી ગયો છે .  


5.  મેદાનમાં બોલરો પણ હોઈ છે, બોસ :-




T-20 ફોર્મેટ  એ બેટ્સમેન માટેની  ક્રિકેટ કેહવાય છે .આમાં  બોલર ને જીત નો જશ ઓછો મળે છે. આવા માં  ipl5  સારો એવો દેખાવ  કરી રહ્યો  છે સાઉથ આફ્રિકા નો આ બોલર મોર્ને  મોર્કલ ipl5            ની ૧૨ મેચ માં  ઝડપી ચુક્યો છે  ૨૧ વિકેટ  અને સૌથી વધુ વિકેટ લેનારા ઓની યાદી માં મોખરે  છે. દિલ્હી ની ટીમ માં આ બોલર ઘણો સારો દેખાવ કરી રહ્યો છે . 









No comments:

Post a Comment