Friday, March 15, 2013

"શાહરૂખ ને શાહરૂખ બનાવનાર પણ મીડિયા જ છે "-અભિનવ શુક્લા



14 માર્ચ,અમદાવાદ .અલી અસગર 
ટીવી સિરિયલના જાણીતા કલાકાર અભિનવ શુક્લા અમદાવાદ ખાતે પોતાની આગામી સીરીયલ ના પ્રમોશન માટે આવ્યા હતા. તેઓ એક ટીવી ચેનલ ના નવા ધારાવાહિક "બદલતે રિશ્તોકી દાસ્તાન " માં મુખ્ય કિરદાર અદા કરતા દેખાશે . આ ઉપરાંત  તેઓએ એસજી હાઇવે સ્થિત એનઆઇએમસીજેની પણ મુલાકાત લઇ સ્ટુડન્ટ્સ સાથે ચર્ચા કરી હતી. ત્યારે અમદાવાદની મુલાકાત દરમિયાન અભિનવ કહે છે કે તેઓ આમ તો ક્યારેય અમદાવાદ આ પેહલા આવ્યા નહતા પરંતુ  તેઓ અહીંથી ઘણીવાર પસાર થયા હતા અને તેઓને એક્ષપ્રેસ હાઇવે સહિતના માર્ગોથી તેઓ પ્રભાવિત થયા હતા .

 એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓ સાથેની ચર્ચામાં વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉત્તરના સંદર્ભમાં તેઓએ જણાવ્યું હતું કે , " મિડિયા વગર કોઈ સ્ટાર બનતું નથી તથા શાહરૂખ ને શાહરૂખ બનાવનાર પણ મીડિયા જ છે " આ ઉપરાંત અન્ય પ્રશ્નો ના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ," રિયાલ્ટી શો એ એક આયોજન એ રીતે કરાય છે કે તે રિયાલ્ટી શો લાગે અને તે સ્ક્રીપ્ટ આધારિત નથી હોતા . એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ તેમના માટે એક વિડીયો તૈયાર કર્યો હતો જે તેમના કરિયરની એક જલક દેખાડતું હતું .

અભિનવએ પોતાની સિરિયલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તે એક એવી સિરીયલ છે જેમાં ઘરના મુખ્યા એક પુરુષ છે અને તે સિરીયલ માં તેઓ મુખ્ય ભૂમિકામાં છે .તેઓએ પોતાના કરિયરના ઘણા અનુભવો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા .

ફોટોગ્રાફી; અલી અસગર' દેવજાની 

No comments:

Post a Comment