Wednesday, April 11, 2012

Munaf fined - Harbhajan warned


Munaf fined, Harbhajan warned for arguing with umpire.


અમદાવાદ:
 ડેક્કન  ચાર્જર્સ  વિરુધ ની મેચ  દરમિયાન મુનાફ પટેલ ની બોલિંગ માં  કુમાર સંગાકારા બોલ્ડ થયો હતો . પરંતુ , આ દરમિયાન લેગ- અમ્પાયર ને એવું લાગ્યું કે બોલ એ કિપર ના પગ ને વાગી ને સ્ટમ્પ પર વાગ્યો છે એટલે સંગાકારા ને નોટ - આઉટ  જાહેર કર્યો . આ વાત ને કારણે મુનાફ - હરભજન  અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યા . બીજું બાજુ પ્રેક્ષકો અને ટીમ ના માલિક નીતા અંબાની દ્વિધા માં હતા કે સુ ચાલી રહ્યું છે મેદાન પર ? હરભજન ના વર્તન પર થી તો આવું લાગતું હતું કે આજે અમ્પાયર સાથે લાફા - પ્રકરણ ના બની જાય .

આખરે અમ્પાયરો એ એવું જોયું કે બોલર અને ટીમ હવે બોલિંગ કરવા માંગતી નથી એટલે મજબૂર થઇ ને તેમને ત્રીજા અમ્પાયર ને નિર્ણય  કરવા આદેશ કર્યો . જેમાં ગ્રાઉન્ડ અમ્પાયર ની ભૂલ છે એ સ્પષ્ટ જણાતું હતું .
અહીં મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરવા માટે મુનાફ પટેલ ને દંડ કર્યો હતો તથા હરભજન ને ઠપકો અપાયો હતો . 

આ બનાવ થી ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો એ બંને ખિલાડીઓની રમત ભાવના પર સવાલ કર્યા હતા.
સાથે સાથે જોવાનું એ રહ્યું કે આ બનાવ માં સૌથી મોટી ભૂલ લેગ-અમ્પાયર ની હતી . જેને કોઈ 
ચર્ચા માં લીધી નહતી . ખેલભાવના મેદાન પર રહે તેનો ખ્યાલ અમ્પાયરે રાખવાનો હોઈ છે 
અને અમ્પાયર જ આ ભાવના બગડવાની  મોટી ભૂલ કરે  ત્યારે ખિલાડીઓ શું કરે ????

No comments:

Post a Comment