Friday, April 27, 2012



                         નેશનલ  પબ્લિક રીલેસન  ડે ની ઉજવણી  


અમદાવાદ , ગુજરાત , 21 એપ્રિલ , નેશનલ  પબ્લિક રીલેસન  ડે ની ઉજવણી PRSI અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી . PRSI  અમદાવાદ દ્વારા ઉજવવામાં આવેલ પબ્લિક રીલેસન  ડે  કેન્સર જાગૃતિ અને તેની પ્રારંભિક તપાસ  થીમ પર NIMCJ અને MAKE A WISH FOUNDATION ના સહયોગ થી NIMCJ ખાતે 
કરાયો હતો .


PR DAY ની ઉજવણી માં ઉન્મેશ દિક્ષિત  (chair person of prsi) એ આ દિવસ ની ઉજવણી મહત્વતા સમજાવી હતી તથા "કેન્સર એટલે કેન્સલ  નહિ " એવું ડો. અભય દિક્ષિતે(PAST PRESIDENT OF AMA )  કેન્સર જાગૃતિ અને  તેની પ્રારંભિક તપાસ  ના વક્તવ્ય માં જણાવ્યું હતું  તથા  કેન્સર અંગે સમાજ માં રહેલી ગેરમાન્યતા અંગે માહિતી આપી હતી .


આ PR DAY ની ઉજવણી માં PRSI  અને  NIMCJ YOUTH CLUB  દ્વારા કેન્સર પીડિત ૬ બાળકો ની ઈચ્છા MAKE A WISH FOUNDATION ના સહયોગ થી પૂરી કરવામાં આવી હતી .MAKE A WISH FOUNDATION  તરફ થી MS.રૂપ્નાદે  (co- ordinator make a wish foundation) બાળકો ની ઈચ્છા માટે તેમની સંસ્થા ના કાર્યો અંગે ની સવિસ્તાર માહિતી આપી હતી . તેમણે બાળકો ઈચ્છા પૂરી કરવાના કાર્ય માં  લોકો ને જોડાવવા  અને બીજા લોકો ને માહિતગાર કરવા અપીલ કરી હતી .



અલી અસગર  દેવજાની,
Nimcj ( sem-2)
                         

Thursday, April 26, 2012

            

જર્નાલીઝમ  ના વિદ્યાર્થીઓ  એ  ઉજવ્યા  ડેઝ



અમદાવાદ , ગુજરાત , ૨૫ એપ્રિલ , નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ માસ કોમ્યુંનીકેસન  એન્ડ જર્નાલીસ્મ ના વિદ્યાર્થીઓ એ ૨૧ એપ્રિલ થી ૨૫ એપ્રિલ દરમિયાન વિવિધ ડે ઉજવવામાં આવ્યા . વિદ્યાર્થી ઓ દરેક ડે પછી તે ડે અનૂરૂપ પ્રવૃત્તિ અને મનોરંજન માટે રમતો પણ રમી હતી .



આ ડે માં ચિલ્ડ્રન ડે ,  ટ્રેડીશનલ ડે , સિગ્નેચર એક્ઝીક્યુટીવ ડે તથા રેટ્રો ડે ની ઉજવણી કરવામાં આવી હતી . આ ડે ની ઉજવણી માં કોલેજ  ના ડીરેક્ટર અને પ્રોફેસરો એ પણ હર્ષભેર ભાગ લીધો હતો .


વિદ્યાર્થીઓ એ ચિલ્ડ્રન ડે દ્વારા પોતાના બાળપણ
ની યાદો તાજી કરી ઉપરાંત તેઓએ રેટ્રો ડે ઉજવી 
૯૦ના ગાળા ને જીવવાનો આનંદ ઉપાડ્યોહતો..
                                
અલી અસગર  દેવજાની,
Nimcj ( sem-2)
                                                                                                                                   

Wednesday, April 11, 2012

Munaf fined - Harbhajan warned


Munaf fined, Harbhajan warned for arguing with umpire.


અમદાવાદ:
 ડેક્કન  ચાર્જર્સ  વિરુધ ની મેચ  દરમિયાન મુનાફ પટેલ ની બોલિંગ માં  કુમાર સંગાકારા બોલ્ડ થયો હતો . પરંતુ , આ દરમિયાન લેગ- અમ્પાયર ને એવું લાગ્યું કે બોલ એ કિપર ના પગ ને વાગી ને સ્ટમ્પ પર વાગ્યો છે એટલે સંગાકારા ને નોટ - આઉટ  જાહેર કર્યો . આ વાત ને કારણે મુનાફ - હરભજન  અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યા . બીજું બાજુ પ્રેક્ષકો અને ટીમ ના માલિક નીતા અંબાની દ્વિધા માં હતા કે સુ ચાલી રહ્યું છે મેદાન પર ? હરભજન ના વર્તન પર થી તો આવું લાગતું હતું કે આજે અમ્પાયર સાથે લાફા - પ્રકરણ ના બની જાય .

આખરે અમ્પાયરો એ એવું જોયું કે બોલર અને ટીમ હવે બોલિંગ કરવા માંગતી નથી એટલે મજબૂર થઇ ને તેમને ત્રીજા અમ્પાયર ને નિર્ણય  કરવા આદેશ કર્યો . જેમાં ગ્રાઉન્ડ અમ્પાયર ની ભૂલ છે એ સ્પષ્ટ જણાતું હતું .
અહીં મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરવા માટે મુનાફ પટેલ ને દંડ કર્યો હતો તથા હરભજન ને ઠપકો અપાયો હતો . 

આ બનાવ થી ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો એ બંને ખિલાડીઓની રમત ભાવના પર સવાલ કર્યા હતા.
સાથે સાથે જોવાનું એ રહ્યું કે આ બનાવ માં સૌથી મોટી ભૂલ લેગ-અમ્પાયર ની હતી . જેને કોઈ 
ચર્ચા માં લીધી નહતી . ખેલભાવના મેદાન પર રહે તેનો ખ્યાલ અમ્પાયરે રાખવાનો હોઈ છે 
અને અમ્પાયર જ આ ભાવના બગડવાની  મોટી ભૂલ કરે  ત્યારે ખિલાડીઓ શું કરે ????